સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

જુનાગઢમાં કેળવણીકારની મુલાકાત લેતા રામભાઇ મોકરીયા

 જુનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ અને નોબલ સ્કુલના સંચાલક અને ભાજપના પૂર્વ કોર્પોરેટર શ્રી કે.ડી.પંડયાની તેમના નિવાસ સ્થાને રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ શુભેચ્છા મુલાકાત લીધી દરમ્યાન રામભાઇ મોકરીયાનુ કંકુથી ચાંદલો કરી શ્રીમતી જયશ્રીબેન પંડયાએ આવકાર્યા હતા ઉપરોકત તસ્વીરમાં રામભાઇ મોકરીયા સાથે શ્રી કે.ડી.પંડયા તેમના ધર્મપત્નિ જયશ્રીબેન તથા પુત્ર સિધ્ધાર્થ પંડયા પુત્રવધુ ખ્યાતિબેન તથા પૌત્ર ધ્યેય અને સૌ.કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પુર્વ પ્રમુખ છેલભાઇ જોષી વગેરે નજરે પડે છે આ મુલાકાત દરમ્યાન રામભાઇ સાથેની ચર્ચામાં કે.ડી.પંડયાએ રાજય સરકાર દ્વારા મંત્રી મંડળથી મોડી રાજયસભામાં તેમજ વિવિધ હોદાઓમાં પુરતું પ્રતિનિધિત્વ આપવા બદલ સી.આર.પાટીલનો આભાર વ્યકત કર્યોહતો અહેવાલ વિનુજોષી-તસ્વીર- મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:12 pm IST)