સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

દ્વારકાના શિવરાજપુર બીચ ઉપર દિપાવલીમાં ૭ લાખ લોકો ઉમટયા : વાહનો માટે અવ્યવસ્થા સર્જાઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૦ :  દ્વારકા-ઓખા હાઇવેથી શિવરાજપુર ૭ કિ.મી. જતા વાહનોના થપ્પા લાગી ગયા હતા તો માસ્ક  વિના મોજ માણતા હજારો લોકો તથા પાર્કિંગ સ્થળોએ ચિક્કાર ભીડ, પાણીની બોટલો તથા ખાદ્યપદાર્થોના કાળાબજાર તથા સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા તથા હોટલો લોજ તથા પરોઠા હાઉસ પર કતારો લાગી ગઇ હતી !!

એક અંદાજ પ્રમાણે દિવાળીના એક લાખ માણસો નવા વર્ષના દોઢ લાખ, ભાઇ બીજના દોઢ લાખ તથા ચોથના ૮૦/૯૦ હજાર તથા પાંચમના સવા લાખ જેટલા ભાવિકો ઉમટતા દ્વારકા શહેરમાં પ્રવેશ દ્વારા પોલીસ સ્ટેશન પાસે જ ટ્રાફિક જામ થતા ગાડીઓના થપ્પા લાગી ગયા હતા તો પાર્કિંગ બન્ને ફુલ થઇ જતા લોકો ગલીઓ શેરીઓમાં ગાડી રાખતા છેક દ્વારકા હાઇવે પર ચેકીંગ પોઇન્ટ સુધી ગાડીના ઢગલા   થઇ ગયા હતા તથા આટલા વર્ષોમાં પ્રથમ વખત આવડી ભીડ લોકોએ જોઇ હતી.

પી.આઇ. પી.બી. ગઢવી તથા સ્ટાફે વધુ સ્ટાફ બોલાવી વ્યવસ્થા કરાવી હતી પણ અઢળક ભીડ સામે તંત્ર વામણું પુરવાર થયું હતું.

શિવરાજપુર બીચ પર એટલી ભીડ ઉમટી પડી હતી કે રસ્તા પર ઠેર-ઠેર ટ્રાફિક જામ થઇ ગયો હતો તો સીંગલ પટ્ટૃી રસ્તા પર વાહનોના થપ્પા પાર્કિંગની અવ્યવસ્થા સ્ટાફનો અભાવ અને શિવરાજપુર જતા રસ્તાને લીધે દ્વારકા ઓખા હાઇવે પર પણ ટ્રાફિક જામ થઇ ગયો હતો.

 

(1:09 pm IST)