સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

ખાંભાના આંબલીયાળામાં થેલેસેમીયા બિમારીથી કંટાળીને આપઘાત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૦ : ખાંભા તાલુકાના આંબલીયાળા ગામે રહેતી લક્ષ્મીબેન શૈલેષભાઇ મકવાણા (ઉ.વ.૩૪)ની દિકરીને જન્મથી થેલેસેમીયાની બીમારી હોય અને પંદર દિવસે લોહી ચડાવાનું થતુ હોય જેથી પોતે માનસીક રીતે કંટાળી જઇ ઝેરીદવા પી જતા સારવારદરમિયાન લક્ષ્મીબેનનું  મોત નીપજયાનું પતિ શૈલેષભાઇ મકવાણાએ ખાંભા પોલીસ મથકમાં  જાહેર કરેલ છે.

માર માર્યો

નાગેશ્રીના ટીંબી ગામે રહેતી સરોજબેન ભીખાભાઇ પંડયા ઉ.વ.૪૦ પોતાના ઘરેથી દુધ લેવા જતી હતી. ત્યારે બાઇક અથડાવતા દવાખાનાનો ખર્ચ માંગતા સારૂ નહી લાગતા નજમાબેન કાદરભાઇ, મરજીનાબેન કાદરભાઇ, સેનીબેન કાદરભાઇ વાળ પકડી  પછાડી માર માર્યાની નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જુગાર

અમરેલી મેમણ કબ્રસ્તાન સામે જાહેરમાં જુગાર રમતા મહેશ ઉર્ફે મયલો દેવ પરબતભાઇ ગોસાઇ, ઇલયાસ ઉર્ફે સોહિલ  ઇકબાલ સેલોત, અશરફ મહેબુબ કુરેશીને પો. કોન્સ. અતુલભાઇ માટીયાએ રોકડ રુા.ર૮૩૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા

હડધુત કર્યાની રાવ

રાજુલા તાલુકાના જુની બાર પટોળીગામના જીવણભાઇ લાખાભાઇ જીતીયા (ઉ.વ.રપ) ખેતરેથી બાઇક લઇને ઘરે આવતા હતા. ત્યારે બસસ્ટેશન પાસે સાવજભાઇ વીંછીને દુકાન પાસે પહોંચતા કનુ બાબુભાઇ લાખણોત્રાએ ઉભા રખાવી તારી ગાયો કેમ રખડે છે તેવો ઠપકો આપતા જીવણભાઇ કહેલ કે મારી પાસે ગાયો નથી જેથી સારૂ નહી લાગતા કનુ બાબુભાઇ, હકા નાજાભાઇએ પાઇપ વડે માર મારી અરવિંદભાઇ વચ્ચે પડતા કનુએ નેફામાંથી છરી કાઢી અરવિંદભાઇને ઇજા કરી સાવજભાઇ વીંછી વચ્ચે પડતા ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરજમાં રૂકાવટ

ધારી હેમરાજીયાને નેરા પાસે તળાજા થીસતાધાર જતી એસટી બસના ચાલક ભાવુભા ગઢવી રહે. ભાવનગર વાળાને બાઇક નં.જી.જે.૦૧. જે.ડી. ૯૪પરના ચાલક તથા અન્ય પાછળ બેઠેલા શખ્સે ઢીકાપાટુનો માર મારી ફરજમાં રૂકાવટ કર્યાની ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(12:53 pm IST)