સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

પોરબંદરમાં અઠવાડીયામાં ડેન્ગ્યુના નવા ર૬ કેસ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૦ : શહેરને ડેન્ગ્યુએ અજગર ભરડો લીધો છે અઠવાડિયામાં ડેન્ગ્યુના નવા ર૬ કેસ સિવિલ હોસ્પિટલમાં આવ્યાં છે. ગયા મહિનામાં ડેન્ગ્યુના ૪૯ કેસ આવ્યાં હતાં. ઉપરાંત અઠવાડિયામાં મેલેરિયાનો ૧ તથા ટાઇફોઇડના ર કેસ આવ્યાં છે.

શહેરમાં અઠવાડિયામાં ડેન્ગ્યુના નવા ર૬ કેસ આવતા આરોગ્ય તંત્ર સજાગ બનીને પગલા લ્યે તેવી માંગણી ઉઠી છે. શહેરમાં ડેન્ગ્યુ ઉપરાંત વાઇરલ ઇન્ફેકશનને લીધે શરદી ઉઘરસ અને તાવના કેસ આવી રહ્યાં છે.

સરકારી હોસ્પિટલના ડો. જીજ્ઞેશભાઇ લોઢારી (એમ.ડી. ડીઝીશીયન) એ જણાવેલ કે શહેરમાં ડેન્ગ્યુના કેસ વધતા લોકોએ બારનું ભોજન કરવાનું ટાળવું ઠંડા પીણા પીવા નહીં તેમજ લીંબુ નાળિયાર પાણી પી શકાય ઘરમાં પીવાનું પાણી ઉકાળીને ઠંડુ કર્યા બાદ પીવાનું રાખવા તકેદારી રાખવા જણાવ્યું હતું.

(1:16 pm IST)