સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

પોરબંદર : પોલીસની વધતી દાદાગીરી અંગે તપાસ કરીને કડક કાર્યવાહી કરવા આઇ.જી.ને રજુઆત

એસ.પી. સહિત પોલીસ કર્મચારીઓના નામ સાથે લેખિત રજુઆત

(પરેખ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૦ : રાણાવાવના કોન્ટ્રાકટર અકરમભાઇ ઓસમાણભાઇ નાઇએ આઇ.જી. સમક્ષ  અમરેલી એસ.પી., લાઠીના પી.એસ.આઇ. વાઘેલા, અમરેલી એસ.પી. કચેરીના પોલીસ કર્મચારી મુકેશભાઇ તથા લાઠી ચાવંડ ચેક પોસ્ટના પોલીસ કર્મચારી હિંમતભાઇ વિરૂધ્ધ લેખિત રજુઆતમાં જણાવેલ કે પોલીસની વધતી જતી દાદાગીરી અંગે તપાસ કરીને કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે.

પોલીસની વધતી દાદાગીરી અંગે અકરમભાઇ ઓસમાણભાઇ નાઇએ એસ.પી.ને રજુઆતમાં જણાવેલ કે કોન્ટ્રાકટર તરીકે વ્યવસાય કરતા હોય મળેલ કોન્ટ્રાકટરના પેટા કોન્ટ્રાકટરમાં લાઠીના નાવડાથી ચાવડ પાઇપલાઇન માટેનો કોન્ટ્રાકટર મળેલ અને કોન્ટ્રાકટર કામ દરમિયાન અમો અવારનવાર સાઇટ પર વિગત અને દેખરેખ માટે આવતા જતા હતા. અને તે રીતે તા. ર૮-૧૦-ર૦ર૧ ના રોજ અમોને વિરાજકુમારનો અમારા કાકાના મોબાઇલમાં સવારના ૭ વાગ્યાની આજુબાજુ ફોન આવતા મારા કાકાએ અમોને જણાવેલ કે રૂમ પરથી આપણો માલ સામાન અંદાજે રૂ. ૧,૮ર,૪૦૬/- ની કિંમતનો ચોરી થયાનું જાણ કરેલ. અમો તરત જ રૂમ પર ગયેલ અને અમારો માલસામાન આ વિરાજભાઇ તેમજ સુસીલભાઇના જણાવ્યા મુજબ અમારા પેટા કોન્ટ્રાકટર સમીમભાઇ તથા તેમની સાથેના માણસો ચોરી કરીને લઇ ગયાનું જણાવવામાં આવેલ હતું. અમોએ સમીમભાઇ ને ફોન કરતા તેઓએ ફોન પર જણાવેલ કે હું સુરત છું. રાત્રીના વિરાજકુમાર મારી નાખવાની ધમકી આપતા હું રાત્રીના સમયે નીકળી ગયેલું છું. રાત્રીના વિરાજકુમાર મારી નાખવાની ધમકી આપતા હું રાત્રીના સમયે નીકળી ગયેલ છું અને કોઇને જાણ કરેલ નથી તમારો સામાન ચોરી થયેલ છે તેની જાણ મને સુશીલભાઇએ કરેલ છે. તેમ રજુઆતમાં જણાવેલ છે.

રજુઆતમાં જણાવેલ કે કોન્ટ્રાકટર કામ દરમિયાન ચોરી અને મળેલી મારી નાખવાની ધમકી સંબંધે ચાવંડ પોલીસ સ્ટેશને દોડી ગયેલ ત્યારે એ.એસ.આઇ. એ. ફરીયાદ સાંભળીને કાગળનું વેરીફીકેશન કરેલ અને ફરીયાદ  તૈયાર કરીને લાઠી પી.એસ.આઇ.ને ફોન કરીને લાઠી પોલીસ સ્ટેશનના પીએસઓ પાસે લેખિત ફરીયાદ આપેલ હતી. ત્યાર પછી બહાર જતા હતા તે દરમિયાન પીએસઆઇએ. એસ.પી.ની સુચનાથી અમોને પરત બોલાવીને નકલ પરત લઇ લીધી હતી. ત્યાર પછી  આવીને અપમાનીત કરેલ ત્યાર પછી ગાળો આપવાની ના પાડતા ગુન્હા દાખલ કરવાની ધમકી આપેલ અને મજુરોને રકમ ચુકવણી પ્રશ્ને ચેકો લખાવી લીધા હતાં. બેન્ક ખાતા સીઝ કરવાની ધમકી આપેલ હતી.

(12:31 pm IST)