સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

સાવધાન મોરબીવાસીઓ : ત્રણ મહિના બાદ કોરોનાનો નવો કેસ નોંધાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૦ : મોરબી જીલ્લામાં કોરોનાના કેસોમાં સવા ત્રણ મહિનાથી રાહત જોવા મળતી હતી જોકે દિવાળીના તહેવાર બાદ કોરોનાનો એક પોઝીટીવ કેસ નોંધાયો છે જેથી હવે સાવચેત થઇ જવાની જરૂરત છે.

મોરબી જીલ્લામાં ગત તા. ૩૦-૦૭ ના રોજ છેલ્લો કોરોના પોઝીટીવ કેસ નોંધાયો હતો અને ૧૦૦ દિવસ શાંતિ રહ્યા બાદ હવે કોરોનાનો નવો કેસ નોંધાયો છે ૧૦૧ દિવસથી કોરોના કેસોમાં રાહત જોવા મળતી હતી ત્યારે આજે મોરબી તાલુકાના રવાપર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ૪૨ વર્ષના પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

દિવાળીના તહેવારોમાં દક્ષિણ ગુજરાતમાં ફરવા માટે ગયેલ, અને પરત આવ્યા બાદ કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા આજ રોજ દર્દીનું સેમ્પલ લઇ ટેસ્ટીંગ કરતા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ઙ્ગદર્દીએ કોરોના વેકિસનના બંન્ને ડોઝ લીધેલ હોઈ હાલ કોરોનાના કોઈ ગંભીર લક્ષણો કે અસર નથી.

કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ લેવામાં બાકી રહેલા તમામ લોકો તેમજ પ્રથમ ડોઝ લઈ લીધેલ હોઈ અને બીજા ડોઝમાં બાકી રહેલા તમામ લોકોને સત્વરે તુરંત પોતાનો વેકિસનનો ડોઝ મેળવી લેવા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર – મોરબી નમ્ર અપીલ કરે છે.. જેથી કોરોનાની ગંભીર અસરથી બચી શકાય.(

(12:30 pm IST)