સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કિરીટભાઈ પટેલને અભિનંદન...

જૂનાગઢ, તા.૧૦: યુવા, નિડર, સહકારી આગેવાન, ખેડૂત નેતા, યુવા કાર્યકર્તાઓના માર્ગદર્શક અને લેખક એવા શ્રી કિરીટભાઇ પટેલ યુવા ભાજપના કાર્યકર્તા થી લઈને જિલ્લાનાં અધ્યક્ષ અને હાલમાં જ જૂનાગઢ જિલ્લા સેવા સહકારી બેંકના ચેરમેન બનવા સુધી હંમેશા સફળતાનાં શિખરો સર કર્યા છે.

કોરોના મહામારી દરમિયાન લોકો વચ્ચે રહી તેમના દુઃખે દુઃખી અને લોકોના સુખે સુખી થઈ શ્રેષ્ઠ કામગીરી કરી હતી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે તેમના દ્વારા કોરોના પીડિત દર્દીઓ અને તેમના પરિવાર માટે દરરોજ શુધ્ધ અને સાત્વિક ભોજન તૈયાર કરી આપવામાં આવતું હતું. તથા સમગ્ર જિલ્લામાં કોરોના સામે લડવા માટે હંમેશા શ્રેષ્ઠ કામગીરી કરી હતી.

ગુજરાત રાજયમાં જિલ્લા ભાજપનું શ્રેષ્ઠ કાર્યાલય બનાવવાનું કાર્ય હોઈ કે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજયમાં સૌ પ્રથમ લાઇબ્રેરી બનાવવાનું કાર્ય હોય  કિરીટભાઇ પટેલ સૌથી પેહલા કાર્ય પૂર્ણ કરેલું છે.

ખેડૂતો માટે અવાજ ઉઠાવવાનો હોય કે ગુનાખોરી પ્રવૃત્તીઓ કરતા હોય તેવા લોકો પર સખ્ત કાર્યવાહી કરવાની હોય કિરીટભાઇ પટેલે હંમેશા આ બાબતે પ્રયત્નશીલ રહ્યા છે અને નક્કર પરિણામ મેળવ્યા છે.

યુવા ભાજપના કાર્યકર્તાનું દ્યડતર કરવાનું હોય કે પાર્ટીના અને સંદ્યના વડીલોનું સન્માન કરવાનું હોય કે નાના માં નાના કાર્યકર્તાની વાત સાંભળી તેનું નિરાકરણ લઈ આવવાનું હોય કિરીટભાઈ પટેલ હંમેશા સંગઠનની કામગીરી બાબતે તત્પર રહ્યા છે.

હાલ જ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કારોબારી દ્વારા પ્રશિક્ષણ વર્ગો પૂર્ણ થયા છે, જેમાં ગુજરાત રાજયમાં શ્રેષ્ઠ પ્રશિક્ષણ વર્ગ નું બિરૂદ મળ્યું હોય તો એ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ અને તેમની ટીમ મળ્યું છે.

આવી અનેકો સિદ્ઘિઓ હાસલ કરી છતાં જમીન સાથે જોડાયેલા કાર્યકર્તા તરીકે લોકોની વચ્ચે કામ કરતા આપણા યુવા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ તેમની ૦૧ વર્ષની શ્રેષ્ઠ કામગીરી પૂર્ણ કરવા બદલ મંથન ડાભી પ્રમુખ  ચોરવાડ શહેર ભાજપ પરિવાર દ્વારા અભિનંદન આપ્યા હતા.

(12:25 pm IST)