સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

જુનાગઢમાં રસ્તા ઉપર વિસ્ફોટક પદાર્થ ભરેલ થેલી મૂકી જનાર કતકપરાનો શખ્સ ઝડપાયો

જુનાગઢ, તા. ૧૦ :  ગઇ તા. ૩૧-૧૦-ર૦ર૧ સર્કીટ હાઉસથી રામનિવાસ તરફ જતા રોડ ઉપર ડી.આઇ.જી.પી.ની ઓફીસના કમ્પાઉન્ડની બહાર રોડ સાઇડની દિવાલ પાસેના કુલ ઝાડના કયારામાંથી ગે.કા. વિસ્ફોટક પદાર્થની સ્ટીકો નંગ-ર૬ મળી આવેલ જે બાબતે એ ડીવી. પો.સ્ટે. જા. જોગ નંબર ૪૦/ર૧ થી દાખલ કરવામાં આવેલ. આ વિસ્ફોટક સ્ટીકો મુકી જનાર બાબતે કોઇ માહિતી ન હોય જેથી નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન આધારે વિસ્ફોટક સ્ટીકો મુકી જનારને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા એસ.ઓ.જી. જુનાગઢના પોલીસ ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો. સબ. ઇન્સ. જે.એમ. વાળા તથા પો. સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય.

તપાસ દરમિયાન બનાવવાળી જગ્યાની આજુબાજુના સી.સી.ટી.વી. ચેક કરતા ૩૦-૧૦-ર૦ર૧ ના રોજ મો. સા. નંબર જીજે-૯-એન-૬૮૮૦ નો ચાલક મો.સા.માં સાઇડમાં થેલી ટીગાળેલ જોવામાં આવતા જે આધારે ઝીણવટભરી રીતે સી.સી.ટીવી. ફૂટેજ ચેક કરતા મો.સા. ચાલક ચો.સા.માં ટીગાળેલ થેલી કપડાનો વેપાર કરનાર પાસે થેલી મુકી ગયેલાનું જણાય આવતા જે આધારે કપડા વેચનારને શોધી કાઢી તેમની પુછપરછ કરતા જણાવેલ કે, થેલી મુકી જનાર ઇસમે થોડીવારમાં આવીને થેલી લઇ જવાનું બહાનું બતાવી થેલી મુકી ગયેલાનું જાણવા મળેલ પરંતુ થેલી મુકી જનારને ઓળખતો ન હોવાનું જણાવતા સી.સી.ટી.વી. ફુટેજ આધારે મળેલ મો.સા. નંબર તથા ચાલકની બાતમીદારો મારફતે તપાસ કરાવતા સદરહું ઇસમ અનિલ ઉર્ફે લખન મોહનભાઇ સોલંકી રહે. કતકપરાવાળો હોવાનું જાણવા મળતા મજકુર ઇસમ તપાસ દરમ્યાન મળી આવતા જેમની પ્રાથમિક પુછપરછ કરતા મળી આવેલ વિસ્ફોટકો ગે.ક ા. આધાર પરવાના વગર મેળવેલાનું જણાય આવતા મજકુર વિરૂધ્ધ એક્ષપ્લોઝીવ એકટ મુજબ જુનાગઢ એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી. કરી ગુન્હાના મુળ સુધી પહોચવા માટે વધુ તપાસ હાલ ચાલુ છે.

આ કામગીરીમાં એમ. જે.કોડીયાતર તથા એ.એસ.આઇ. એમ.વી. કુવાડીયા, પી.એમ. ભારાઇ તથા પો. હેડ કોન્સ. મજીદખાન પઠાણ, રવિકુમાર ખેર, બાબુભાઇ કોડીયાતર, અનિરૂધ્ધસિંહ વાંક તથા પો. કોન્સ. મહેન્દ્રભાઇ ડેર, ધર્મેશભાઇ વાઢેળ, રવીરાજ વાળા, કૃણાલ પરમાર, વિશાલ મકવાણા, માનસિંહ રાઠોડ, જયેશભાઇ બકોત્રા તથા ક્રાઇમ બ્રાન્ચ ના પો. હેડકોન્સ. વિક્રમભાઇ ચાવડા તથા પો. કોન્સ. દિપકભાઇ બડવા, ભરતભાઇ ઓડેદરા, સાહિલભાઇ સમા તથા બી.ડી.ડી. એસ.ટીમ તથા નૈત્રમ શાખાના પો. સબ. ઇન્સ. પી.એમ. મશરૂ તથા પો. કોન્સ. અશોકભાઇ રામ, હાર્દિકભાઇ સીસોદીયા તથા વુ. પો. કોન્સ. પાયલબેન વકાતર વિગેરે સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતા

(12:24 pm IST)