સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

ડુંગળીના વેપારમાં નુકસાન જતા કચ્છના યુવાને મોરબી પાસે લૂંટનું તરકટ કર્યુ'તું

મોરબી પાસે ૬.૧૫ લાખની લૂંટમાં ફરીયાદી જ આરોપી નીકળ્યો..! : વેપારીઓ રૂપિયા આપવા દબાણ ન કરે તે માટે ભત્રીજા સાથે મળી લૂંટનો પ્લાન અમલમાં મૂકયો'તો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૦ : મોરબીના સોખડા ગામના પાટિયા પાસે આવેલ પિતૃકૃપા હોટલ નજીક બોલેરો કારને તેની જ કારમાં બાંધીને અજાણ્યા બે શખ્સોએઙ્ગશરીરે નાનીમોટી ઈજાઓ કરીને રોકડા રૂપિયા ૬.૧૫ લાખનીઙ્ગલૂંટ ચલાવી હોવાની ઘટનામાં ફરિયાદી જ આરોપી બન્યો છે જેમાં વેપારી પાસેથી લીધેલ ડુંગરીના રૂપિયા ન દેવા પડે તે માટે લૂંટનું નાટક કર્યું હોવાથી આ નાટક કરનાર શખ્સ સામે ફરિયાદ નોધવામાં આવી છે તેમેજ તેણે મદદ કરનાર વિરુદ્ઘ પણ કાર્યવાહી કરવામાં આવશે

મોરબી-માળિયા હાઈવે પર કચ્છના નખત્રાણાથી ગોંડલ કારમાં રોકડ રકમ લઈને જતા ઈસમને મોરબીના સોખડા ગામના પાટિયા પાસે પિતૃકૃપા હોટલ પાસે આ શખ્સ સુતો હતો ત્યારે બે ઇસમોએ મોઢમાં ડૂચો ભરાવી છરીની વડે ઈજા કરી રૂપિયા ૬.૧૫ લાખની ઙ્ગલુટને અંજામ આપવામાં આવ્યો હતો.

જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડદરના માર્ગદર્શન હેઠળ તાલુકા પી.આઈ. એમ આર ગોઢાણીયા તથા એલ.સી.બી.ના પી.આઈ.વી.બી.જાડેજાની સુચનાથી એલ.સી.બી.ટીમ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ વી.જી.જેઠવા તેમજ તાલુકા પોલીસના સ્ટાફે મોરબી-કડલા હાઇવે રોડ ઉપર પિતૃકૃપા હોટેલના પાર્કીંગમાં બનેલ લુંટની બનાવમાં ભોગબનનાર જેસીંગભાઇ લાધાભાઇ સોલંકી રહે, જડોદરા-કોટડા, તા.નખત્રાણા, કચ્છ-ભુજ વાળાએ કરેલ લુંટનો બનાવ શંકાસ્પદ જણાતા ભોગ બનનારને સંઘન પુછપરછ કરતા ભોગબનનારે પોતાના ધંધામાં ખોટ જતા દેણામાં આવી જતા અને પૈસાની સગવડ ન હોય જેથી માલ જેમની પાસેથી લીધેલ તે વેપારીઓ પૈસા આપવાનું દબાણ ન કરે તે માટે પોતાના ભત્રીજા પ્રફુલામાઇ કર્ફે પપ્પુ સોલંકી તથા તેના ભત્રીજાના મિત્રને મળી પોતાના પર ખોટી લુંટનો પ્લાન બનાવેલ હોવાનું જણાય આવેલ હોય જેથી આ બનાવ જાહેર કરનારે પોલીસને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરી ગુન્હો કરેલ હોય આરોપી વિરૂદ્ઘ ઙ્ગકલમ-૧૮૨ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ભોગ બનનારને ઝડપી અને અન્ય શખ્સો વિરૂદ્ઘ પણ કાયર્વાહી કરવામાં આવશે.

(11:36 am IST)