સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

જેસરના બેડા ગામેથી ધુલ કા ફુલ મળી આવ્યું

ભાવનગર તા.૧૦ જેસર તાબેના બેડાગામે રૂખડભાઇ મકવાણાની ગામની સીમમાં આવેલી વાડીમાં કોઇ  અજાણી વ્યકિત નવજાત શિશુ ન જીવીત હાલમાં છોડી નાસી ગયુ હતું. આ નવજાત શીશુનુ રૂદન સંભળાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અનેઆ અંગે જેસર પોલીસને જાણ કરી હતી. પોલીસે નવજાત શિશુને ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં ખસેડયું હતું આ બનાવથી ચકચાર મચી જવા પામી હતી. આ અંગે જેસર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:00 am IST)