સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

મોરબીના સાપર ગામની સીમમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી

મોરબી તા ૧૦: મોરબીના સાપર ગામની સીમમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો. મોરબી તાલુકાના સાપર ગામની સીમમાંથી પોલીસે દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે તો આરોપી હાજર નહિ મળતા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન સાપર ગામની સીમમાં બાતમીને આધારે દરોડો કર્યો હતો જેમાં પાવડીયાળી કેનાલ પાસેથી દેશી દારૂ ૧૧૦ લીટર કીમત રૂ ૨૨૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો તો રેડ દરમિયાન આરોપી તૈયબ ગુલમામદ માણેક રહે વિસીપરા મોરબી વાળો હાજર મળી આવ્યો ના હોય આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(12:52 am IST)