News of Sunday, 10th November 2019
કાલાવડ બસ ડેપોમાં ઉતારૃના ખીસ્સામાંથી ગઠિયો ૧ લાખ સેરવી ગયો
જામનગરઃ મૂળ કાલાવડના વતની અને હાલ રાજકોટમાં તિરૃપતિ બાલાજી પાર્ક સોસાયટીમાં રહેતા છગનભાઇ કાબાભાઇ ફળદુ ખેડુત ગઇ કાલે સાંજે ખેતીની આવકના એક લાખ રૃપિયા ખીસ્સામાં રાખ્યા હતા. આ રકમ કોઇ ગઠિયો નજર ચુકવી સેરવી ગયો હતો. થોડીવાર પછી છગનભાઇને ખિસ્સામાંથી રોકડ રકમ ગાયબ થઇ ગઇ હોવાનું ધ્યાનમાં આવતા તૂરંત જ કાલાવડ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. અને ફરિયાદ નોંધાવી હતી. કાલાવડ પોલીસે સી.સી.ટીવી કેમેરા વગેરેની મદદથી તપાસ હાથ ધરી છે.
(12:36 pm IST)