સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th November 2018

ટંકારા તાલુકામાં દિવાળી તથા નૂતન વર્ષ ગોઝારા બન્યાઃ દિવાળીના દિવસે નેકનામ પાસે આદીવાસીનું મોટર સાયકલ સવારનું મોતઃ બેસતા વર્ષે ઇકો તથા મોટર-સાયકલ વચ્ચે થયેલ અકસ્માતમાં ત્રણ વ્યકિતના કરૃણ મોત

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા તા. ૧રઃ ટંકારા તાલુકામાં દિપાવલી તથા બેસતા વર્ષના પરબના દિવસે રકતરંજિત બનેલ છે. બે દિવસના અકસ્માતમાં ચાર વ્યકિતના મોત નિપજેલ છે. કરૂણ બનાવથી ટંકારા તાલુકામાં ઘેરા શોકની લાગણી ફેલાયેલ છે.

પ્રથમ બનાવમાં નેકનામ ગામ પાસે ફોર વ્હીકલ ચાલકે, મોટર સાયકલને હડફેટે લેતા, મોટર સાયકલ સ્વારનું સારવાર દરમ્યાન મૃત્યુ થયેલ છે.

બનાવની વિગતમાં ફરીયાદી મહેશ કોડીયા આદીવાસી, રહેવાસી રીંગોલા, તા. ભાદરા, જિલ્લોઃ અલીરાજપર મધ્યપ્રદેશનાએ આરોપી કાર ચાલક જીજે૩એલઇ ૭ર૬૮ વાળાએ તા. ૭/૧૧/ર૦૧૮ ૧૯-૩૦ કલાકે નેકનામ ગામ પાસે મોટર સાયકલ જીજેડીએલ૬૯૯નું સાથે પોતાની કાર ભટકાડી મોટર સાયકલ સ્વાર કમલેશ તથા દિનેશને ગંભીર ઇજાઓ કરેલ.

અકસ્માતમાં દિનેશભાઇનું સારવાર દરમ્યાન મૃત્યુ થયેલ છે જે મરણ પામનાર દિનેશભાઇ, ફરીયાદીના સાળા થાય છ.ે

બીજો બનાવ બેસતા વર્ષના દિવસે તા.૮ના સાંજના પ-૧પ કલાક આસપાસ બનેલ છે.

અકસ્માત ઇકોકાર તથા મોટર સાયકલ વચ્ચે જોરદાર ટકકર થયેલ અકસ્માતમાં મોટર સાયકલ સવાર બંનેનું ઘટના સ્થળે જ તથા ઇકોમાં બેઠેલા મુસાફરનું સારવાર દરમ્યાન મૃત્યુ થયેલ છે.

રાજકોટ-મોરબી હાઇવે રોડ બેસતા વર્ષે જ ગોઝારો બનેલ છે. બેસતા વર્ષના દિવસે જ ત્રણ વ્યકિત જીજે૩ ઇસી૮૪૭ અને મોટર સાયકલ નં. જી.જે.૩ ઇકે ૪૭૭પ વચ્ચે ભયંકર અકસ્માત થયેલ.

અકસ્માત થતા ઇકો કાર પલ્ટી મારી ગયેલ અને મોટર સાયકલ સ્વારો રોડ ઉપર જ ફેંકાય ગયેલ અને તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલ.

મરણ જનાર મોટર સાયકલ સ્વાર પરમાર મગનભાઇ કરસન ઉ.ર૭ રહેવાસી માળીયા મોરબી પાસે ડેલ્ફી કારખાનામાં કામ કરતા હતા બીજો તેનો મિત્ર સતીષ રાધેશ્યામ પરમાર ઉ.ર૩ મૃત્યુ પામેલ છ.ે

ઇકો કારમાં બેઠલા ઘાયલોને ૧૦૮ એમ્બ્યુલન્સના પાઇલોટ સલીમભાઇ અંબાણી દ્વારા ટંકારા ખાતે હોસ્પીટલમાં ખસેડાયેલ ત્યાં સારવાર દરમ્યાન રજબઅલી યુસુફઅલી ઉ.૮૩ નું મૃત્યુ થયેલ.

ઇજાગ્રસ્ત મુસ્તુફા રજબઅલી ઉ.૪૮, સકીનાબેન મુસ્તુફા ઉ.૩૮ જીજંર મુસ્તુફા ઉ. ૧૧ને સારવાર અપાયેલ.

અકસ્માતની જાણ થતા હરબટીયાળીના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડેલ. ટંકારા પોલીસ પણ દોડી ગયેલ.

આ અંગેની ફરીયાદ કરસન જેઠાભાઇ પરમાર ઉ.૬ર, લખધીરગઢ રોડ, ડેલ્ફી કારખાનામાં મોરબી રહેવાસી માળીયા મીયાણાએ પોલીસમાં નોંધાવેલ છે.

તપાસ હે.કો.જે.કે. ઝાલા ચલાવે છે. (૬.૨)

(2:20 pm IST)