સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

જામનગરના શાંતિનગરમાં બે સ્થળોએ દારૂના દરોડા : 2,22 લાખના મુદામાલ સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા

જામનગર : જામનગર પોલીસ અધિક્ષક શરદ સિંધલ અને એલસીબી પોલીસ ઇન્સ્પેકટર આર,એ,ડોડીયાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળતા શાંતિનગર શેરી,ન,7 સર્વેશ્વર મહાદેવ મંદિર આગળ રોડ  પરથી આરોપી પૃથ્વીરાજ ચંદુભા જાડેજા ( રહે, પટેલ કોલોની,શેરી ન, 9 ના છેડે,) ના કબ્જામાંથી અલ્ટો કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ,168 કી,67,200 અને અલ્ટોકાર કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 આ ઉપરાંત જામનગરના શાંતિનગર શેરી,ન, 6ના છેડે રોડ પર એલસીબી સ્ટાફનાને મળેલ બાતમીના આધારે આરોપી પ્રણવદીપસિંહ ચન્દ્રસિંહ વાઘેલા ( રહે,શાંતિનગર શેરી,ન,6,સર્વેશ્વર મહાદેવ મંદિર પાસે ) અને રવિરાજસિંહ કિરીટસિંહ જાડેજા ( રહે, શાંતિનગર શેરી,ન,5 સર્વેશ્વર મહાદેવ મંદિર પાસે ) ના કબ્જામાંથી ઈંગ્લીશ દારૂની બટોલ 14 કિંમત 5600 મળી આવતા કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

  દારૂ સપ્લાયર અનિરુદ્ધસિંહ ઉર્ફે ભૂરો રણજીતસિંહ જેઠવા (શાંતિનગર શેરી,ન,7 અને જયપાલસિંહ ગુલાબસિંહ ચુડાસમા ( રહે,શાંતિનગર શેરી,ન,6 ) વાળાની તપાસ ચાલુ કરી છે

આમ આ બંને સ્થળોએથી 2,22,800સહિતનો મુદામાલ કબ્જે કરીને એલસીબીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

(10:25 pm IST)