સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

ભાવનગરના અધેવાડા ગામે નદીના પટમા દારૂ ભઠ્ઠીઓ પર કોંગ્રેસ કાર્યકરોની જનતારેડ

પોલીસ હાજર હોવા છતા મૌન થઇને ઉભી રહી

ભાવનગર અધેવાડા ગામે નદીના પટમા દારૂ ભઠ્ઠીઓ પર કોંગ્રેસ કાર્યકરોએ જનતા રેડ કરી હતી. નદી કિનારે દેશી દારૂની ભઠ્ઠીઓ મળી આવી હતી. જો કે પોલીસ હાજર હોવા છતા મૌન થઇને ઉભી રહી હતી.   

  આ અંગે મળતી વિગત મુજબ કોંગ્રેસ કાર્યકરોએ નદીના પટમાં પત્રકારોની ટીમ સાથે જનતા રેડ કરી હતી. જનતા રેડમાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. કોંગ્રેસ કાર્યકરોએ સુત્રોચ્ચાર પણ કર્યો હતો

(9:32 pm IST)