સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

જૂનાગઢમાં પોલીસ અને રાજકીય અગ્રણીની માથાકૂટમાં રબારી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કેમ ? આવેદનપત્ર આપ્યું

રબારી સમાજના આગેવાનોએ આવારા તત્વો સામે કડક પગલાં ભરવા અને સમાજ વિરુદ્ધ ટિપ્પણી બદલ માફી માંગવા માંગ કરી

જૂનાગઢ : તાજેતરમાં પોલીસ અને રાજકીય અગ્રણીની બોલાચાલીમાં રબારી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ રબારી સમાજ દ્વારા કલેકટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

  બે દિવસ પહેલા સુખનાથ ચોક વિસ્તારમાં પોલીસ અને ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી વચ્ચેની બોલાચાલીમાં ભાજપના કોર્પોરેટરે પીએસઆઇ લાલકા ને અપશબ્દો બોલ્યા હતા બાદમાં આખા રબારી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરાઈ હતી પોલીસ અને કોર્પોરેટર વચ્ચેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને રબારી સમાજ વિરુદ્ધ અપશબ્દો પણ બોલવામાં આવ્યા હતા અને તેને લઈને જુનાગઢ રબારી સમાજ આજે એકત્રિત થયું હતું અને બાઇક રેલી કાઢી જૂનાગઢ કલેકટર કચેરી અને એસપી કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું

રબારી સમાજના આગેવાનોએ આવેદન પત્ર આપી આવારા તત્વોને કડક થી કડક પગલાં ભરવા અને અને રબારી સમાજ વિરોધ ટિપ્પણી કરવા બદલ માફી માંગવી જોઈએ તેવું રબારી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.

(8:48 pm IST)