સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

ગોંડલના મોટી ખીલોરીમાં શ્રીફળ વધેરવા બાબતે અરવીંદભાઇ પરમાર પર હુમલો

બાબુ, રાજુ, રમેશ અને દિનેશ સામે ગુન્હો

રાજકોટ, તા., ૧૦: ગોંડલના મોટી ખીલોરીમાં શ્રીફળ વધેરવા બાબતે દેવીપુજક યુવાનને ચાર શખ્સોએ પથ્થર તથા લાકડી વડે માર મારતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મોટી ખીલોરી ગામમાં રહેતા અરવિંદભાઇ કનુભાઇ પરમાર (ઉ.વ.૪૯) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે બાબુ કેશુ દેવીપુજક, રમેશ મેરા દેવીપુજક અને દિનેશ રવજી દેવીપુજક તેના ઘર પાસે શ્રીફળ વધેરતા હોઇ જેથી અરવિંદભાઇએ ના પાડતા તેને સારૂ ન લાગતા ઉશ્કેરાઇ જઇ ચારેય શખ્સોએ ઝઘડો કરી અરવિંદભાઇને પથ્થર તથા લાકડી વડે માર મારી બંન્ને કાન તથા મોઢા ઉપર ઇજા કરી હતી. આ અંગે અરવિંદભાઇ પરમારે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. એમ.જે.ચૌહાણે તપાસ હાથ ધરી છે.

પડધરીમાં અંકુરભાઇ ધડુકને ધમકી

રાજકોટ દોઢસો ફુટ રોડ પર ગોવર્ધન ચોક નંદનવન રેસીડેન્સી-ર માં રહેતા અંકુરભાઇ ચંદુભાઇ ધડુક (ઉ.વ.ર૮) ગઇકાલે પડધરીના મોટા રામપર વચ્ચે નદીના કાંઠે ખરાબાની જમીન પર વરસાદના કારણે પીજીવીસીએલની લાઇન પડી ગઇ હોઇ તે ઉભી કરવા જતા ઝુંપડામાં રહેતા સવીતા મેરામ સોલંકી, મેરામ પોલા સોલંકી, સેતલ ઇમરાજ માજોઠી, ઇમરાન ઇકબાલ માજોડીએ તેની પાસે આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પડધરી પોલીસ મથકના હેડ કોન્સ. ડેરૈયાએ તપાસ હાથ ધરી છે.

(3:53 pm IST)