સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પંથકમાં લીલા દુષ્કાળની સ્થિતિ : વરસાદી પાણી ખેતરમાં ભરાયા:પાક નિષ્ફ્ળ: ખેડૂતોની હાલત કફોડી

મોટાભાગના ખેતરો, વોકળા અને કેનાલમાં પાણી ભરાયા : મગફળી, કપાસ જેવા પાકો નિષ્ફળ

વેરાવળ : સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન બન્યા હતા. જેના લીધે અનેક વિસ્તારમાં લીલા દુષ્કાળની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા હજુ પણ મેઘમહેર વરસાવી રહ્યા છે. જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે.

  વરસાદી પાણી ખેતરમાં ભરાઈ જતા સંપૂર્ણ પાક નિષ્ફ્ળ ગયો છે. જેના લીધે ખેડૂતોની હાલત કપરી બની છે. વેરાવળ તાલુકાના વડોદરા ડોડીયા ગામે ગત વષેઁ પણ ભારે વરસાદથી ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હતા ત્યારે આ વષેઁ પણ મોટાભાગના ખેતરો, વોકળા અને કેનાલમાં પાણી ભરાયા છે ત્યારે મગફળી,કપાસ જેવા પાકો નિષ્ફળ ગયા છેત્યારે ખેડૂતો અને ગામના સરપંચ દ્રારા સરકાર દ્વારા સવેઁ ની કામગીરી હાથ ધરવામાં આવે અને ખેડૂતો ને વિમો, સરકારી સહાય મળે તેવી માંગ કરાઇ છે.

(2:05 pm IST)