ટંકારા દાદુ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક દાદુ સાયન્સ લેબ

ટંકારા : તાલુકા ની વિરપર શાળા તથા વાંકાનેર તાલુકા ની તીથવા હાઈસ્કૂલમાં દાદુ ફાઉન્ડેશન ના પ્રમુખ ગુણવંતભાઈ ચાવડા તથા સુરેશભાઈ ચાવડા ગીતા અંબારામભાઈ ચાવડા ૨૨ મી પુણ્યતિથિ નિમિત્તે નિૅંશુલ્ક સાયન્સ લેબ માટે કિટો આપીને લેબનું ઓપનિંગ કરવામાં આવ્યું જેથી દરેક વિદ્યાર્થી લાઈવ સાયન્સ પ્રયોગોને પ્રેકટીકલ રીતે સમજી શકે તે હેતુથી સાયન્સ લેબ નું કીટો નું વિતરણ કરાયું દાદુ સાયન્સ લેબમાં ટેકનો સ્ટાર દ્વારા નિૅંશુલ્ક સાયન્સ યોગ માટે સેવા આપવામાં આવશે ટેકનો સ્ટાર દરેક બાળકોને પોતાના પડકારજનક વિષયોમાં પોતાની સમજણથી વિકસિત કરે છે જેથી તે પોતે નવા વિચારોને સર્જનથી નવનિર્માણ કરી શકે છે ટેકનો સ્ટાર દ્વારા અત્યાર સુધીમાં ૨૦૦૦ૅ + વિદ્યાર્થીઓની આધુનિક ટેકનોલોજી વાકેફ કયૉ છે.