સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

પાલીતાણામાં ઝનકાર ગ્રુપાનો નવરાત્રી ઉત્સવ

સાવરકુંડલાઃ ઝનકાર ગ્રુપ -૨૦૧૯ પાલીતાણા હાઈસ્કૂલ ના મેદાન પર આયોજિત નવરાત્રી મહોત્સવ મા ખેલૈયાઓ ને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહીત કરવામા આવ્યા જેમા કોંગ્રેસ પક્ષ ના આગેવાનો એ ખાસ હાજરી આપી હતી તેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા ને પાલીતાણા ના પૂર્વ નગરપતિ ડો.હૈયાતખાન બલોચ ભાવનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ પાલીતાણા વિરોધપક્ષ નેતા પ્રવિણભાઈ ગઢવી પાલીતાણા તાલુકા પ્રમુખ પ્રેમજીભાઈ ભીલઙ્ગ અરમાનખાન બલોચ ડાયાભાઈ ચોસલા વિનુભાઇ શહેર-તાલુકા લધુમતી સેલ ના પ્રમુખ અસ્લમભાઇ ડેરૈયાઙ્ગ મહેબુબભાઇ અજમેરી આશીકભાઈ રવજાણી સહિતના કોંગ્રેસ પક્ષ ના હોદ્દેદારો હાજર રહ્યા હતા. અને જુદી-જુદી કેટેગરીમા પ્રથમ નંબર પર આવનારા ખેલૈયાઓ ને ૨૫૦૦૦ ના ઇનામ અગ્રણી ડો.હૈયાતખાન બલોચ દ્વારા આપી પ્રોત્સાહીત કરવામા આવ્યા હતા (તસ્વીર-અહેવાલઃ ઇકબાલ ગોરી.સાવરકુંડલા)

(1:13 pm IST)