સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને ૨ કચરાપેટી આપી સ્વચ્છતા અભિયાનનો સંદેશ આપ્યો

રાજુલા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા નવી પહેલ

રાજુલા,તા.૧૦:રાજુલા શહેરમાં આ વખતે નવરાત્રી મહોત્સવમાં અનોખી પહેલ કરી અન્ય સમજો તેમજ લોકોને નવી રાહ ચીંધી છે આ કાર્યને મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન સુધી પહોંચાડી સ્વચ્છતા અભિયાનને સમર્થન અપાશે

રાજુલા બ્રાહ્મીન યુથ ઓફ યુનિટી દ્વારા સમસ્ત બ્રહ્મસમાજ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવાના આવ્યું હતું જેમાં નવલા નોરતા ના માતાજીના ગુણગાન ગવાયા હતા બાળકોથી લઇ મોટા સુધીના કુલ ૩૫૦ જેટલા ખેલૈયાઓ રાસગરબા રમતા હતા સામાન્ય રીતે આ તમામ ખેલૈયાઓને છેલ્લા દશેરાના દિવસે ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરતા હોય છે પણ આ વખતે કૈક નવું આયોજન કરી સ્વચ્છ ભારત મિશનમાં જોડાઈએ પ્રશનીય કામ કરી અન્યોને નવી રાહ ચીંધી હતી

રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર નસીત તેમજ કિરીટભાઈ પંડયા અજયભાઇ ગોહિલ દ્વારા અને બ્રહ્મસમાજના સહયોગથી તમામ ખેલૈયાઓને છેલ્લા દિવસે બબ્બે ડસ્ટબીનો આપી નવાજવામાં આવ્યા હતા અને સ્વચ્છતાના સોગંધ લીધા હતા

આ સ્વચ્છતા અભિયાન માં જોડાઈને આ આખી વિગત વડાપ્રધાન મુખ્યમંત્રી સહિતનાને મોકલી સમર્થન કરશે

આ તકે મયુરભાઈ દવે બિપીનભાઈ વેગડા જીગ્નેશભાઈ ઉપાધ્યાાય સચીનભાઈ જોશી પ્રફુલભાઇ રાજયગુરુ જનકભાઈ પુરોહિત કમિટી ના સભ્યો પાર્થ વ્યાસ પ્રતીક વ્યાસ અભિષેક દવે રાહુલ મહેતા જતીન માઢક સહિતના જોડાયા હતા.

(1:13 pm IST)