સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

અમરેલી અને ગ્રામ્ય વિસ્તારમાં વકરતા ડેન્ગ્યુ રોગચાળા સામે સાવધાની રાખવા તાકીદ

અમરેલી તા.૧૦: શહેરી વિસ્તાર તેમજ ગ્રામ પંથકમાં ચોમાસાની ઋતુમાં વકરી રહેલા ડેન્ગ્યુ જેવા રોગોને કાબુમાં લેવા. અમરેલી જીલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા જીલ્લા આરોગ્ય તંત્ર તેમજ પાલીકીની આરોગ્ય શાખાના અધિકારીઓની બેઠક બોલાવી. ચોમાસાની ઋતુમાં વકરી રહેલા ડેંન્ગ્યુને કાબુમાં લેવા તાકીદ કરવામાં આવી હતી. આરોગ્યતંત્ર દ્વારા ઇમરજન્સી ૪૦ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી પાલિકા દ્વારા ટીમ બનાવી ટાયર ભંગારના ડેલા વાળા ને નોટીસ આપી ટાયર ટ્યૂબ દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હાલમાં ચોમાસાની ઋતુમાં હવામાન ગોરંભાયેલું રહેવાથી આકાશમાં સતત વાદળો છવાયેલા રહેતા પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે પાણીજન્ય રોગચાળા સામે ડેન્ગ્યૂનો રોગચાળો વકરતાં કલેકટર આયુષ ઓક દ્વારા તાકીદની બેઠક બોલાવી રોગને કાબૂમાં લેવા કડક તાકીદ કરવામાં આવેલ હતી સાથોસાથ ટુડે કામગીરીનું મોનિટરીંગ કરવામાં આવી રહેલ છે કલેકટર અધ્યક્ષ સ્થાને યોજાયેલ આરોગ્યલક્ષી રીવ્યુ મિટિંગ માં જિલ્લા આરોગ્ય અધિકારી પાલિકાના આરોગ્ય અધિકારી તેમજ એસટી તંત્રની ઉપસ્થિતિમાં ડેન્ગ્યુને કડક હાથે ડામી દેવા પગલાં ભરવા કડક સુચના આપવામાં આવેલ હતી કલેકટર શ્રી ની સુચના મુજબ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા આરોગ્યની ટીમો બનાવી શહેર વિસ્તાર તેમજ ગ્રામ્ય પંથકમાં ઘરે-ઘરે સર્વે હાથ ધરવામાં આવેલ છે અને ડોર ટુ ડોર પોરાનાશક કામગીરી હાથ ધરેલ છે પાલિકાની ટીમ બનાવી શહેરમાં ટાયર તેમજ ભંગારના ડેલા વાળાઓને ટાયર હટાવી વરસાદી પાણી ન ભરાય તે અંગે નોટિસો આપવામાં આવેલ હતી નોટીસ આપવા છતાં પણ ટાયર નો યોગ્ય નિકાલ નહીં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે સોસાયટીઓ રહીશોએ ઘર આંગણે તેમજ અગાસીમાં વરસાદી પાણી ન ભરાય તેની તાકીદ કરી રાખવી તેમજ ખુલ્લી ટાંકી વાસણોમાં વરસાદી પાણી ભરી ન રાખવા જાહેર અપીલ કરી હતી.

(1:10 pm IST)