સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

જાફરાબાદના ફાસરીયાની સીમમાં દિપડાનો યુવતિ ઉપર હુમલો

અમરેલી તા.૧૦: જાફરાબાદ તાલુકાના ફાસરીયા ગામની સીમમા કપાસ ઉતારતી વખત બનાવ બન્યો હોવાનુ વનવિભાગ પાસેથી જાણવા મળી રહ્યું છે અહીં ૧૮ વર્ષની કૈલાસબેન મુળજીભાઇ સાખટ નામની યુવતીને ઓચિંતા દીપડાએ હુમલો કરતા સામાન્ય ઇજા થઇ હતી સારવાર માટે ખાંભા હોસ્પિટલ ખસેડાય હતી બનાવ પગલે ખાંભા ઇન્ચાર્જ આર એફઓ સહિત વનવિભાગ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.

ધારી પંથકમાં સિંહ અને દીપડાઓનો દિન પ્રતિિદિન ત્રાસ વઘતો જાય છે. તાજેતરમાં દિપડાએ સીમ વિસ્તારમાં બે શ્રમિકોને ફાડી ખાધાનો બનાવ બન્યો હતો. ત્યાર બાદ આજે ભર બપોરે એકાએક નવ સિંહોળનુ ટોળુ ઘસી આવ્યુ હતુ. અને ભુપતભાઇ વાળાના બળદનું મારણ કર્યુ હતુ. આ વિસ્તારમાં ગમે ત્યારે સિંહો અને દીપડાઓ આવી ચડતા ખેડુતો અને શ્રમિકો સીમ વિસ્તારમાં કામે જતા પણ ફફડી રહ્યા છે. આ અંગે વન વિભાગ રાનીપશુઓને પાંજરા મુકી પકડી પાડી મધ્ય જંગલમાં મૂકી આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે.

(1:10 pm IST)