સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

જુનાગઢમાં તલોદ -પ્રાંતિજના ખેડૂતોને માર્ગદર્શન કેમ્પ યોજાયો

જુનાગઢ : કૃષિ યુનિવર્સિટીના કુલપતિ, માન.કુલપતિ ડો. વી.પી. ચોવટિયા અને ડો. વી.વી.રાજાણીનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી જુનાગઢ તથા આત્મા યોજના, ડીસા ના સંયુકત ઉપક્રમે ''શિયાળુ પાકોની આધુનિક વૈજ્ઞાનિક ખેતી પદ્ઘતિ '' વિષય પર પ્રાતિંજ અને તલોદ તાલુકાના આત્મા પ્રોજેકટ જી. સાબરકાંઠા તેમજ  ખેડૂત તાલીમ કેન્દ્ર, ગાંધીનગર જીલ્લાના પ્રગતિશીલ ખેડૂત ભાઈઓનો તાલીમ કાર્યક્રમનાં  ઉદદ્યાટન પ્રસંગે જુનાગઢ કૃષિ યુનિવસિઁટીના સહ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો. જી.આર.ગોહિલના હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં કુલ ૧૦૦ ખેડૂત ભાઈઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.  આ તાલીમ કાર્યક્રમમાં પ્રો. વી.જી. બારડ, નરેન્દ્રભાઈ સુતરીયા, વિક્રમભાઈ ચૌહાણ, સહદેવસિંહ અને કૌશલભાઈ હાજર રહ્યાં હતા.

(1:07 pm IST)