સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

જોડિયાની ગરબીમાં સાંસદ દ્વારા લ્હાણી વિતરણ

જોડીયા : માં નવદુર્ગાની આરાધનાના પર્વમાં નવરાત્રી ઉત્સવ ગુજરાતની આગવી પરંપરા છે,ત્યારે જામનગર જિલ્લાના જોડીયાની હુન્નરશાળામા ગરબી રમતી જગદંબા સ્વરૂપ બાળાઓને સ્વ.હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા પ્રમુખ અને જામનગરના સાંસદ શ્રી પૂનમબેન માડમ અને મહાનુભાવોના વરદ હસ્તેઙ્ગ લ્હાણી વિતરણ કરી ત્યારે સાંસદ શ્રી પૂનમબેને જણાવ્યુ કે આ તકે માતાજીની આરાધનાના પર્વનો લ્હાવો લેવાનો અવસર પ્રાપ્ત થયો છે ઉલ્લેખનીય છે જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લાઓની અસંખ્ય ગરબીઓ જેમા બાળાઓ માતાજીની આરાધના કરે છે તે દરેક બાળાઓને સન્માનપુર્વક વરસોથી લ્હાણી વિતરણ સ્વ.હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા પ્રમુખ શ્રી પૂનમબેન માડમના નેજા હેઠળ સુચારૂ રૂપે સંપન્ન થાય છે જેથી આયોજકો અને બાળાઓના ઉત્સાહ અનેક ગણો વધે છે તેમ સુંદર પ્રતિસાદ સાથેનાઙ્ગ અભિપ્રાયો મળ્યા છે. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : રમેશ ટાંક, જોડીયા)

(11:59 am IST)