સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

વડીયામાં વાયરલ ઇન્ફેકશનથી બીમારીમાં વધારોગરોજના ૩૦૦ થી ૪૦૦ કેસઃ દર્દીઓની કતારો લાગીઙ્ગ

હોસ્પિટલમાં માત્ર એકજ ડોકટર હોવાને કારણે દર્દીઓને ભારે મુશ્કેલીઙ્ગ

વડિયા, તા.૧૦: અમરેલીના વડિયામાં વાયરલ ઇન્ફેકશનથી થતી બિમારીમાં વધારો થયો છે. સરકારી હોસ્પિટલમાં દરરોજની ૩૦૦થી ૪૦૦ની ઓપીડી કેંસો નોંધાઇ રહ્યાં છે.

હોસ્પિટલમાં માત્ર એકજ ડોકટર હોવાને કારણે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. તાત્કાલિક ધોરણે ડોકટરોની નિમણૂંક કરવા લોકોની માંગ છે.ઙ્ગ

 સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતારો લાગી છે. મચ્છરજન્ય વાઇટ બ્લડસેલ ઘટવા સહિતની બીમારીનો લોકો ભોગ બની રહ્યાં છે.ગામડાના દર્દીઓમાં વધારે વાયરલ ઇન્ફેકશનનું પ્રમાણ જોવા મળી રહ્યું છે.

(11:59 am IST)