સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

જામકંડોરણામાં બેઠા ગરબી થકી નવરાત્રીની ઉજવણી

જામકંડોરણા : ભાદરના નાકા પાસે ઉતાવળી નદીના કિનારે મહાકાળી માતાજીનું પ્રાચીન મંદિર આવેલ છે. મહાકાળી માતાજીના મંદિરે દર વર્ષે પ્રાચીન પરંપરા મુજબ માતાજીના ગરબાઓ બેઠા બેઠા ગાઇને ઉજવણી કરાઇ છે અને જે કોઇ માઇ ભકતોને ગરબા ગવડાવવા હોય તે ગવડાવી શકે છે અને ઢોલક વાજીંત્રો પણ ગમે તે વ્યકિત વગાડી શકે છે. નવરાત્રી દરમિયાન શહેરની તમામ ગરબીઓની બાળાઓને પ્રસાદ લેવડાવવામાં આવ્યો હતો તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : મનસુખભાઇ સી.બાલઘા)

(11:58 am IST)