News of Thursday, 10th October 2019
ઘઉં અને ચણાના બિયારણ લેવા માટે જૂનાગઢમાં સવારથી લાંબી લાઈન લાગી : વ્યવસ્થાના અભાવ : ખેડૂતોનો હોબાળો
જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના મેગાસિડ ખાતે ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. ઘઉં અને ચણાના બિયારણ માટે ખેડૂતો વહેલી સવારથી કૃષિ યુનિવર્સીટી પહોંચ્યા હતા. જો કે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં ના આવતા ખેડૂતોની લાંબી લાંબી કતારો લાગી હતી. જેના લીધે ખેડૂતો અકળાયા હતા અને હલ્લાબોલ કર્યો હતો.
(11:56 am IST)