સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

વડિયામા એસઓજી ટીમે દારૂનો જથ્થો મોરવાડા ગામના મહિલા સરપંચની વાડીમાંથી ઝડપી લીધો

વડિયા, તા.૧૦:  પંથકમાં છેલ્લા ઘણા સમય થી ઈંગ્લીશદારૂનું કટિંગ થતું હોય તેવી બાતમી અમરેલી જિલ્લા પોલીસ વડા નિરલિપ્ત રાયને મળતા તેમને આ હકીકત જાણવા એસોજીની ટીમને કામગીરી સોંપેલ હતી ગત મોડીરાત્રીના એસોજીની ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમ્યાન વડિયા નજીક મોરવાડા ગામના પાટીએ એક ઈસમ ઉભો હતો તેમનું નામ પૂછતાંછ કરતા તેનું નામ ધમી ઉર્ફે ધર્મરાજ જીવકુભાઈ ડાંગર રહે વડિયા તેની તલાશી લેતા વિદેસીદારૂનું એક નંગ માળી આવેલ જોકે આ ધમી ઉર્ફે ધર્મરાજ એકાદ માસ પહેલા ૮૭ નંગ વિદેશીદારૂ વડિયા પોલીસે જડપ્યો તેમાં તેનું નામ ખુલ્યું હતું ત્યારે ફરી વખત આ આરોપી પકડાતા એસઓજીએ ઉંડાણ પૂર્વક પૂછપરછ કરતા તેને જણાવેલ કે હું આ વિદેસીદારૂ એક નંગ મોરવાડા ગામના સરપંચપતિ હરસુખ વલ્લભભાઈ બુહા પાસે થી લઇ આવેલ છું ત્યારે એસોજીટીમએ સરપંચપતિ હરસુખ બુહાની વાડીએ દરોડા પાડતા વિદેસીદારૂ ૧૧ નંગ પાર્ટીસ્પેશિયલ વિસ્કી મળી આવેલ સાથે સરપંચપતિ હરસુખ વલ્લભભાઈ બુહાને ઝડપી પાડેલ તેની પૂછપરછ કરતા તેને જણાવેલ કે જેતપુરના રહેવાસી નજુભાઈ લાલુભાઈ પાસેથી આ વિદેશીદારૂનો જથ્થો મંગાવેલ હતો રેડ દરમ્યાન જિલ્લા એસઓજી આર.કે.કરમટા અને તેમની ટીમે પૂર્વ બાતમીના આધારે રેડ કરેલ જેમાં સરપંચના ખેતરમાંથી મુદ્દામાલ ઝડપાયા બાદ વડિયા પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યું છે કે આ સરપંચપતિ છેલ્લા દ્યણા સમયથી તંત્રને અંધારામાં રાખીને વિદેસીદારૂનું વેચાણ કરી રહ્યો હતો હાલ એસપી સાહેબની નજર તળે ઝડપાઇ ગયો અને એક આરોપી ફરાર છે હાલ તેમની પકડવા પોલીસ ચક્રોગતિમાન છે.

(11:54 am IST)