સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

ઉનાઃ બાળાને ભગાડી જવાના કેસમાં પરપ્રાંતીય યુવાનને ર દિવસના રિમાન્ડ

ઉના તા. ૧૦ :.. તાલુકાનાં અંજારા ગામેથી સગીરાને ભગાડી ગયેલ આસામનાં આરોપીને પકડી પાડતી ઉના પોલીસ કોર્ટમાં રજુ કરી બે દિવસનાં રીમાન્ડ મેળવ્યા છે.

ઉના તાલુકાનાં અંજારા ગામેથી ગત તા. ર૪-૯-૧૯ નાં રોજ સગીર યુવતી ને બદકામ કરવાનાં ઇરાદે અપરણ કરી એક આસામનો શખ્શ મંદિરમાં મારબલનું કામ કરવા આવેલ.

કાનુ ચરણ મલીક ભીમસેન મલીક ઉ.રર રે. કેશવપુર તા. ગૌરવ જીલ્લો બાલેશ્વર રાજય ઓરીસ્સા વાળો નસી ગયો હોય જેની ઉના પોલીસમાં ફરીયાદ તેમના પિતાએ નોંધવી હતી જેની તપાસ ઉનાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સાકીરખાન બાળી કરી રહ્યા હતો અને જેને જ પકડી પાડી તેની સાથે સગીર યુવતી મળી આવતાં કાનુ ચરણ મલીક ભીમસેન મલીક ઉ.રર ની ધરપકડ કરી ઉના લાવી. યુવતીને તબીબી તપાસ માટે લઇ જવાઇ છે.

આરોપી સામે સગીરા ઉપર દુષ્કર્મની પોસ્કોની કલમ, અપહરણનો ગુના હેઠળ ધરપકડ કરી ઉના કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજૂર કરેલ છે.  આ શખ્સ ઓરિસાથી અંજારામાં મંદિરનાં બાંધકામમાં મારબલ ઉપર નકસી કામ કરવા આવ્યો હતો. તેવું જાણવા મળે છે.

(11:54 am IST)