સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

ઉના-ગીરગઢડા પંથકમાં મેઘરાજા હજુ વિરામલેતા નથીઃ ર થી ૩ ઇંચઃ ચોમાસુ પાકને નુકશાન

ઉના તા. ૧૦ :.. ઉનાનાં ગીર પંથકમાં મેઘરાજા વિરામ લેતા નથી ગઇકાલે સાંજે ગીર ગઢડાના બાબારીયા, થોરડી, ભાખા, કોદીયા, ધોકડવા, દ્રોણ, અંબાડા, ઉગલામાં ર થી ૩ ઇંચ વરસાદ વરસી ગયો હતો આજે સવારે અસહ્ય બફારો છે.

ઉના પંથકમાં નવરાત્રી પુરી ગઇ ગઇ તેમ છતાં મેઘરાજા એ વિરામ લીધો નથી.

ગઇકાલે સાંજે ૪-૩૦ થી પ.૩૦ એક કલાકમાં બે થી ૩ ઇંચ વરસાદ વરસી જતાં પાણી પાણી થઇ ગયું છે. ગીર ગઢડા તાલુકાનાં બાબરીયા ગીર, ભાખા, થોરડી, ફરેડા, ઉમેદપરા, દ્રોણ, કોડીયા, જુના ઉગલા, નવા ઉગલા, અંબાડા, વાજડી, ધોકડવા, બેડીયા, નીતલી, વડલીમાં વરસાદ વરસી જતાં ર થી ૩ ઇંચ વરસાદ વરસી જતા રોડ ઉપર પાણી વહેવા લાગેલ હતાં તમામ નદી નાળામાં પુર આવેલ છે. ખેતરમાં ખેડૂતોનો ચોમાસુ પાક નાશ પામેલ છે. મોટુ નુકશાન થઇ રહ્યું છે. પાક બગડી જતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે.

(11:50 am IST)