સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

માળીયામિંયાણા પાસે ગેરકાયદે ખનીજ પરિવહન કરતા બે ટ્રક પકડાયા

મોરબી, તા.૧૦: ખાણ-ખનીજ વિભાગે માળિયા પંથકમાંથી બે અલગ અલગ બનાવમાં ગેરકાયદેસર ખનીજ પરિવહન કરતા ઙ્ગબે ટ્રકને ઝડપી પાડીને માળિયા પોલીસને સોપ્યા છે.

મળતી વિગત મુજબ જીજે ૧૨ ડબ્લ્યુ ૬૫૭૬ ના ચાલક સિકંદર નારેજા પોતાના ટ્રકમાં સફેદ માટી ભરી નીકળતા ખાણ ખનીજ વિભાગે માળિયા પોલીસ મથકના વિસ્તારમાં તેને રોકીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો અન્ય બનાવામાં ખાણ-ખનીજ વિભાગે અન્ય એક સ્થળેથી જીજે ૧૨ બીડબ્લ્યુ ૮૬૭૧ માં ચાલક નવીન બચુભાઈ કોળી પોતાના ટ્રકમાં ઓવરલોડ ૪૫ ટન માટી ભરી નીકળતા ખાણ ખનીજ વિભાગે તેને રોકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી માળિયા પોલીસ મથકમાં નોંધ કરાવી છે.

(11:49 am IST)