સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

ધારી મનમંદિર શાળામાં નવરાત્રી ગરબા

ધારી : મનમંદિર શાળામાં ગરબાનું આયોજન કરાયુ હતુ. શાળાના મેદાનમાં બાલમંદિરથી ધો.૧૦ સુધીના બાળકોએ ગરબા સ્પર્ધામાં ભાગ લીધો. બહેનોએ ચણિયાચોળી તો ભાઇઓએ કેડીયા કુર્તા પાયજામા વગેરે ટ્રેડીશ્નલ ડ્રેસ પહેરી રહ્યા હતા. મેદાનમાં નાનાથી મોટા બાળાઓએ સાદો રાસ, દોઢીયુ ટીટોડો, સ્ટેપ વગેરે લઇ ગરબાની રમઝટ બોલાવી હતી. સંસ્થાના આચાર્ય દિપાલીબેનની યાદી જણાવે છે કે સ્ટાફની મહેનત તેમજ નિમાવત આયુષીબેન અને માંડવીયા મીનાબેનના માર્ગદર્શન હેઠળ ગરબા સ્પર્ધાનું આયોજન કરેલ હતુ. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભરતભાઇ વાળાની ઉપસ્થિતિમાં ગરબા યોજાયા હતા. બાળ ખેલૈયાઓની તસ્વીર.

(11:48 am IST)