સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

ખંભાળિયામાં શાળા સંચાલક મંડળ આચાર્ય સંઘની બેઠક યોજાઇ

ખંભાળિયા તા ૧૦ :  તાજેતરમાં ખંભાળિયામાં આરાધના ધામ ખાતે દેવભૂમિ જિલ્લા સંચાલક મંડળ તથા જીલ્લા આચાર્ય સંઘની સંયુકત બેઠક રાજય સંચાલક મંડળના પ્રમુખશ્રી નારણભાઇ પટેલ તથા બોર્ડ સદસ્ય પ્રિયવદનભાઇ કોરાણીની ઉપસ્થિતીમાં યોજાઇ હતી.

આ મીટીંગમાં સમસ્ત દેવભૂમિ જીલ્લાના શાળા સંચાલકો તથા આચાર્ય સંઘના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. મીટીંગમાં એક અવાજે શાળા સંચાલકોના પ્રશ્નો અંગે જાહેરમાં  વિરોધ વ્યકત કરાયો હતો, તથા સરકારને રજુઆત કરવા નક્કી કરાયું. શાળામાં શિક્ષકોની ભરતી, સંચાલકોને આચાર્યની જેમ કરવા દેવી, તાકીદે ખાલી જગ્યાઓ ભરવી, પરિણામ આધારીત અન્યાયી ગ્રાંટ નીતી દુર કરવી વિ. મુદ્દાઓ ચર્ચાયા હતા, જેમાં જીલ્લાના અગ્રણી આચાર્યો જગમાલભાઇ ભોરાણીયા, દિનેશભાઇ જોશી, બી.પી. સોનગરા, કે.ડી. ગોકાણી, તથા ટ્રસ્ટીઓ ડી.એમ. પરમાર, મેસુરભાઇ રાવલિયા, એભાભાઇ કરમુર, ભીમશીભાઇ કરમુર વિગેરે જોડાયા હતા.

શાળા સંચાલક મંડળની રચના થઇ

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં શાળા સંચાલક મંડળના નવા હોદેદારોની બીનહરીફ વરણી થઇ હતી. જેમાં અધ્યક્ષ તરીકે ડી.એલ. પરમાર, નાયબ અધ્યક્ષ તરીકે ધનાભાઇ રબારી, પ્રદેશ ડેલિકેટ તરીકે મુળુભાઇ કંડોરિયા અને એભલભાઇ કરમુટ, પ્રમુખ તરીકે ભીમશીભાઇ કરમુર (ભાણવડ), મહામંત્રી તરીકે મેસુરભાઇ રાવલિયા (ખંભાળિયા), સંયુકત મહામંત્રી રામભાઇ ચાવડા (દાનેવ લાંબા), વીરૂભાઇ ફડોદિયા, જીલ્લા કન્વીનર નોન ગ્રાંટેડ શાળા, જે.ડી. ચાવડા, ઉપપ્રમુખ હેમંતભાઇ પરમાર, મંત્રી કરશનભાઇ ભોચીયા, સંયુકત મહામંત્રી તથા શીતલભાઇ અનંતરાય મહેતાની સંગઠન મંત્રી તરીકે નિયુકતી કરાઇ હતી.

નવા નિમાયેલા આચાર્યોનુ઼ સન્માન

કાર્યક્રમમાં તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ, તથા દ્વારકા તાલુકાની વિવિધ શાળાઓમાં વર્ષોથી ખાલી રહેલી આચાર્યોની જગ્યાઓ પર વિધીવત રીત નિમાયેલા આચાર્યો વજસીભાઇ ગોમીયા દ્વારકા, કે.ડી. ગોકાણી દ્વારકા, વજસીભાઇ ગોજીયા વજાણા વિ. આઠ આચાર્યોનું સન્માન પણ કરવામૌ આવ્યું હતું.

(11:48 am IST)