સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

મારા પિતાશ્રીના પગલે હું પણ સમાજ સેવા માટે કટીબધ્ધ: જયેશ રાદડીયા

લોધીકાના લેઉવા પટેલ ભવનમાં વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રતિમાનું અનાવરણ

રાજકોટ : લોધીકા ખાતે શ્રી લેઉવા પટેલ સમાજ ભવનના પ્રાંગણમાં સૌરાષ્ટ્રના લડાયક સહકારી નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાની ચિરસ્મૃતિરૂપે તેમની પૂર્ણ કદની  પ્રતિમા મુકવામાં આવતા તાજેતરમાં અનાવરણ સમારોહ યોજાયો હતો. કેબીનેટ  મંત્રી જયેશભાઇ રાદડીયા, આર. સી.  ફળદુ, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ, માજી મંત્રી દીલીપભાઇ સંઘાણી, રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, ધારાસભ્ય રાઘવજી પટેલ, ક્રેડાઇના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરા, રા.લો.સંઘના ચેરમેન નીતીન ઢાંકેચા, સવર્ણ આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખીયા, સરદાર પટેલ જળસંચય નિગમના ચેરમેન ડો. ભરતભાઇ બોઘરા, ચંદુભાઇ પરસાણા, ગોરધનભાઇ ધામેલીયા, ઘનશ્યામ પાંભર, વી. પી. વૈષ્ણવ, ચંદુભાઇ બોરડ, વલ્લભભાઇ તારપરા, શિવલાલભાઇ વેકરીયા તથા લેઉવા પટેલ સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેાનોનું ખુલ્લી જીપમાં બેન્ડની સુરાવલીઓ વચ્ચે બાળાઓના હસ્તે કુમકુમ તિલક કરી સ્વાગત કરાયુ હતુ. બાદમાં જયેશભાઇ રાદડીયા, નરેશભાઇ પટેલ, આર. સી. ફળદુના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવેલ. આ તકે જયેશભાઇ રાદડીયાએ લાગણીસભર પ્રવચન કરતા જણાવેલ કે મારા પિતાશ્રીએ સમાજ માટે અનેક સદ્દકાર્યો કર્યા છે અને ખેડુતોની ખુમારી પૂર્વક સેવા કરી છે. અંતર્યાળ ગામડાઓમાં પટેલ સમાજના ભવનો બનાવ્યા છે. તાલુકા મથકો પર ફાઇવસ્ટાર હોટલો જેવી કન્યા છાત્રાલયોનું નિર્માણ કર્યુ છે. અનેક શિક્ષણ ધામો બનાવ્યા. છેેક નાથદ્વારા, હરીદ્વાર, મથુરા સુધી સેવા કાર્યો વિસ્તારી ત્યાં પણ યાત્રીકો માટે સુવિધાઓ ઉભી કરી છે. તેમના આદર્શો ઉપર ચાલીને હું પણ સમાજ સેવા કરવા કટીબધ્ધ રહીશ.

(11:48 am IST)