સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

માળીયામિંયાણાના બોડકી ગામે ખાતર છાંટતી વેળાએ ઝેરી અસર થતા દેવકરણભાઇ પટેલનું મોત

 મોરબી, તા.૧૦: માળિયામિંયાણા તાલુકાના બોડકી ગામે ખેતરમાં ખાતર નાખતી વેળાએ ઝેરી અસર થતા ખેડૂતનું મોત નીપજયું હતું .માળિયા તાલુકાના બોડકી ગામે રહેતા દેવકરણભાઈ ઘેલાભાઈ પટેલ ગત તા. ૩ના રોજ ખેતરમાં ખાતર નાખવા ગયા હોય તે દરમિયાન ઝેરી અસર થતા તેનું મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે માળિયા તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:47 am IST)