સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

ગોંડલ તાલુકા શહેર રાજપુત યુવક મંડળ દ્વારા તલવારબાજી શસ્ત્રપૂજન

ગોંડલઃ તાલુકા શહેર રાજપુત યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા વિજાદશમીના શુભ દિવસે શસ્ત્ર પૂજન તથા તલવારબાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં કુમાર જયાંતિર્મયસિંહજી-હવા મહેલ ગોંડલ, રાજેન્દ્રસિંહજી જાડેજા શહેર મામલતદાર, ભરતસિંહજી ચુડાસમા ગ્રામ્ય મામલતદાર, તથા ગોંડલ જયોતિઆદિત્યસિંહજી જાડેજા તેમજ રાજપુત સમાજના વડીલો,યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શસ્ત્ર પૂજન કરવામાં આવેલ હતું. તેમજ તલવારબાજી સ્પર્ધામાં વિજેતા યુવાનોને પ્રથમ, દ્વિતીય અને તૃતીયા નંબર આપી પ્રોત્સાહિત કરાયા હતા. (તસ્વીર- અહેવાલઃ જયસ્વાલ ન્યુઝ-ગોંડલ)

(11:46 am IST)