શાપર-વેરાવળમાં ૮૬ બોટલ દારૂ સાથે જયેશ કુંભાર પકડાયો
તસ્વીરમાં પકડાયેલ દારૂના જથ્થા સાથે પોલીસ સ્ટાફ અને પકડાયેલ (નીચે બેઠલ) શખ્સ નજરે પડે છે. (તસ્વીરઃ કમલેશ વસાણી-શાપર-વેરાવળ)
શાપર વેરાવળ, તા. ૧૦ : શાપર વેરાવળમાં ગાયત્રી આઇસ ફેકટરીની અવાવરૂ જગ્યામાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે કુંભાર યુવાનનેપોલીસે ઝડપી લીધો હતો.
શાપર-વેરાવળના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર. ગોંડલીયા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એ. ખોખર, હેડ કોન્સ્ટેબલ રોહીતભાઇ બકોત્રા, માવજીભાઇ ડાંગર તથા રવિરાજસિંહ ઝાલા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રોહિતભાઇ બકોત્રા, માવજીભાઇ ડાંગર મળેલ બાતમી આધારે જયેશભાઇ ઉર્ફે ઢીંગલી પ્રવિણભાઇ માંડલીક જાતે કુંભાર ઉ.વ. ર૩, ધંધો ડ્રાઇવીંગ રહે. શાપર-વેરાળ ધરતી ઓરણી ગેઇટ પાસે મૂળ ગામ ખાખી જાળીયા તાલુકો ઉપલેટાને (૧) પાટી સ્પેશિયલ ડીલક્ષ વ્હીસ્કી બોટલ નંગ ૭૭ કિંમત રૂ. ર૬.૯પ૦ તથા (ર) ઓફીસર ચોઇસ કલાસિક વ્હીસ્કી બોટલ નંગ ૯ કિંમત રૂપિયા ૩.૧પ૦ મળી કુલ બોટલ નંગ ૮૬ ની કિંમત રૂપિયા ૩૦,૧પ૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.