સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

ગીરના જંગલમાં અનરાધાર ચાર ઈંચ વરસાદ ખાબક્યો : શિંગોડા ડેમના ત્રણ દરવાજા ખોલાયા;14 ગામોને એલર્ટ

કોડીનાર શહેરમાં શીંગવડા નદી પરનાં કોઝવે ઉપર 1 ફૂટ થી વધુ પાણી ચડ્યા

 

ગીર જંગલમાં એક કલાકમાં અનરાધાર ચાર ઇંચ જેવો ભારે વરસાદ ખાબકતા ગીરમાંથી નીકળતી શીંગવડા નદીમાં પાણીની આવક વધવાને કારણે નદી પર આવેલા જામવાળા સ્થિત શિંગોડા ડેમના 3 દરવાજા 1-1ફૂટ ખોલવામાં આવ્યા છે

  . ત્રણેય દરવાજામાંથી પ્રતિ સેકન્ડ 3450 ક્યુસેક મીટર પાણીનો પ્રવાહ શીંગવડા નદીના ડાઉન સ્ટ્રીમમાં વહી રહ્યોં છે. જેથી કોડીનાર-ગીર ગઢડાનાં 14 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. છે બીજીતરફ કોડીનાર શહેર મધ્યે શીંગવડા નદી પરનાં કોઝવે ઉપર 1 ફૂટ કરતા વધુ પાણી ચડી જાય તેવી શક્યતાને પગલે શહેરીજનોને પણ સાવચેત કરવામાં આવ્યા છે.

(11:49 pm IST)