સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

જૂનાગઢમાં હેલિકોપ્ટર સેવા ચકડોળે: ભવનાથના પાર્કિંગમાં ઓફિસ મસમોટા હોર્ડિંગ્સ ખડકી દેવાયા છતાં તંત્ર અજાણ:તપાસના આદેશ

જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડમાં ઓફિસ અને હોલ્ડિંસો લગાવ્યા છતાં તંત્ર હજુ સુધી અજાણ

જૂનાગઢમાં હેલિકોપ્ટર સેવા શરૂ કરવાને લઈને વિવાદ થયો છે. ભવનાથના પાર્કિંગમાં ઓફિસ અને મસમોટા હોર્ડિંગ્સ ખડકે દેવાયા છે..જો કે વહીવટી તંત્રેએ કોઈ પ્રકારની મંજૂરી આપી નથી.

વેસ્ટન બર્ડ એવિએશન સર્વિસ નામની કંપનીએ હોર્ડિંગ્સ અને ઓફિસો લગાવી દીધી છે..જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડમાં ઓફિસ અને હોલ્ડિંસો લગાવ્યા છતાં તંત્ર હજુ સુધી અજાણ છે.

જ્યારે મીડિયા ટનાસ્થળે પહોંચ્યું ત્યારે તંત્ર હરકતમાં આવ્યું હતુ..ત્યારબાદ કલેકટર અને ડીડીઓનીઓએ તાત્કાલિક સ્થળ તપાસ કરવાના આદેશ આપ્યા છે.

(10:05 pm IST)