સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

વિછિયામાં કોળી સમાજના બે જૂથ વચ્ચે ધીંગાણું :પ્રેમ પ્રકરણની આશંકાએ મારામારી:15 લોકોને ઇજા :માર્કેટ વિસ્તારમાં તંગદિલી

બંને જુથો સામ સામે લાકડીઓ લઈને એક બીજા પર તુટી પડ્યા

રાજકોટના વીંછિયા ગામે કોળી સમાજના બે જુથો વચ્ચે પ્રેમ પ્રકરણના મામલે ધિંગાણું સર્જાયું હતું. આ જુથ અથડામણમાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ગામના મેઈન માર્કેટમાં થયેલો આ બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. જે ઘટના સંદર્ભે પોલીસે હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે. માર્કેટમાં આ માથાકુટ પછી ભારે તંગદીલી જેવો માહોલ જોવા મળ્યો હતો.

  જાણવા મળ્યા મુજબ આ ઘટનામાં પ્રેમ પ્રકરણની આશંકાને લઈને ધિંગાણું સર્જાયું હતું. જેને પગલે લોકોના ટોળા વચ્ચે મારામારી થઈ જતાં અફરાતફરી સર્જાઈ હતી. બંને જુથો સામ સામે લાકડીઓ લઈને એક બીજા પર તુટી પડ્યા હતા. બનાવને પગલે માર્કેટ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા હવે કડક કાર્યવાહી હાથ ધરતાં ચાંપતી નજર રાખી છે. બનાવમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

(10:00 pm IST)