સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th September 2019

ઉનામાં તાજીયાના ઝુલુસમાં બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ ફાયરિંગ : ચાર શખ્શોને ગંભીર ઇજા : ભારે તંગદિલી : દુકાનો ટપોટપ બંધ

એએસપી,,એસપી સહિતનો ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા : વેરાવળ તાલાલા સુત્રાપાડા કોડીનાર સહિતની પોલીસનો કાફલો દોડી ગયો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

 

ઉનામાં મહોરમ તહેવારમાં   લુહાર ચોકમાં તાજીયા ઝુલુસમાં બે જુથ્થો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી બાદ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરતા ચાર શખ્શોને ગંભીર ઇજા થતા ભારે તંગદિલી ફેલાઈ છે

 ફાયરિંગમાં ઇજાગ્રસ્તો નાયા મુસ્તાકભાઈ ચોરવાડા હનીફભાઇ સોરઠીયા આયર જોકિયા સોહીલ અસંબભાઇ તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડેલ હતા

   ફાયરિંગનો બનાવ બનતા ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો ટાવર ચોક, દેલવાડા રોડ ,બીવ રોડ,વેરાડ રોડની તમામ દુકાનો  ટપોટપ બંધ થઇ ગઈ હતી બનાવની જાણ  થતા વેરાવળ તાલાલા સુત્રાપાડા કોડીનાર સહિતની પોલીસનો કાફલો દોડી ગયો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે

  લખાઈ છે ત્યાં સુધીમાં  ફાયરિંગ કરનાર ઝડપાયા નથી એએસપી એસ કે વસાવા એસપી રાહુલ ત્રિપાઠી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉનામાં પહોંચી ગયા હતા

(11:48 pm IST)