સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th September 2019

પોરબંદર જિલ્લામાં મોસમનો ૯૩ ટકા વરસાદઃ ફોદારા અમીપુર

સોઢાણા સોરઠી સહિતના ડેમો છલોછલઃ ખેડૂતો ખૂશ

પોરબંદર, તા.૧૦: ખેતીપ્રધાન પોરબંદર જિલ્લામાં લાંબા વિરામ બાદ સચરાચર વરસાદ થયો છે. મેદ્યરાજાએ પુરતુ હેત વરસાવી જિલ્લાનાં તમામ ચેકડેમ - તળાવ તેમજ મુખ્ય શહેરોને પાણી પુરૂ પાડતા ખંભાળા, ફોદાળા, અમીપુર, સોઢાણા, સોરઠી સહિતના ડેમ છલોછલ ભરાયા છે. તા.૯ સવાર સુધીમાં મોસમનો કુલ ૯૩ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. અવિરત વરસાદ સંદર્ભે જિલ્લા વહિવટીતંત્ર સતર્ક થઇ કામગીરી કરી રહ્યુ છે.

જિલ્લાની મુખ્ય નદીઓ ભાદર, મીણસાર, ઓઝત, મધુવંતી, સહિત નાની મોટી નદીઓમાં પુર આવ્યા છે. ડેમ - તળાવો ભરાતા લોકોને નદીના પટમાં તેમજ નીચાણવાળા વિસ્તારોમાં અવર જવર કરવાથી દુર રહેવા જિલ્લા વહિવટીતંત્ર દ્રારા સાવચેત કરાયા છે. ઉપરાંત નદી નાળા કે વોકળાના વહેતા પાણીમાં વાહનો ન ઉતારવા પણ જણાવાયુ છે. થોડા દિવસ અગાઉ પસવારીના ગ્રામજનો અને ખાસ કરીને મહિલાઓએ જિલ્લાની મુખ્ય નદી ભાદર બે કાંઠે વહે તેવી વરૂણદેવને પ્રાર્થના કરી હતી. પસવારીની મહિલાઓની આ પ્રાર્થના આજે હકિકત બની છે. આજે ભાદર બે કાંઠે વહિ રહી છે. બે કાંઠે વહેતી ભાદરને માણવાનો પણ અનેરો લ્હાવો છે.

ભાદર બે કાંઠે વહેતા ભાદરકાંઠાના ગામો રોદ્યડા, ચૌટા, માંડવા, થેપડા, ટેરી, ગોકરણ,   પસવારી તેમજ દ્યેડ વિસ્તારનાં ગામોનાં ખેડૂતોમાં અનેરી ખુશી છે. ભાદરકાંઠાના ગામોમાં તો કુવાના તળ સાજા થતા ખરીફ પાક સાથે શીયાળુ પાક લેવાની પણ નિરાંત થઇ છે. આથી જ માંડવાના દેવસીભાઇએ કહ્યુ કે, જયાં સુધી ભાદર બે કાંઠે ના વહે ત્યાં સુધી અમને વરસાદ પડયાનો સંતોષ થતો નથી. તો બીજી બાજુ મીણસાર પણ બે કાંઠે વહેવા લાગતા રાણાકંડોરણા, ઠોયાણા, ભોડદર, નેરાણા સહિતના ગામોના ખેડુતો ખુશ છે.

જિલ્લાનાં વરસાદના તાલુકાવાર આંકડા જોઇએ તો તા.૯ સવાર સુધીમાં કુતિયાણા તાલુકામાં સરેરાશ ૭૦૯ મી.મી. સાથે ૬૦૪ મી.મી. ૮૫.૨૧ ટકા, રાણાવાવ તાલુકામાં સરેરાશ ૭૧૭ મી.મી. સાથે ૬૦૮ મી.મી. ૮૪.૭૫ ટકા અને પોરબંદર તાલુકામાં સૌથી વધુ સરેરાશ ૬૪૨ મી.મી. સાથે ૭૦૦ મી.મી. ૧૦૮.૯૯ ટકા વરસાદ પડ્યો છે. અવિરત વરસાદ સંદર્ભે જિલ્લા તંત્રના અધિકારીઓ કલેકટર કચેરી, મામલતદાર કચેરીઓ, સિંચાઇ વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા, નગરપાલિકાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં તલાટીઓ પણ સતત સતર્ક રહી પોતાની ફરજ બજાવી રહ્યા છ

(1:04 pm IST)