સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th September 2019

અમરેલીમાં રીલાયન્સ ઇન્ફોકોમની ઓફીસમાં તોડફોડ કરી સાત શખ્સોએ બઘડાટી બોલાવી

અમરેલી, તા. ૧૦ : કુંકાવાવ જકાતનાકા પાસે આવેલી રીલાયન્સ ઇન્ફોકોમની ઓફીસમાં બળજબરી પૂર્વક અંદર પ્રવેશ કરવા પ્રશ્ને અમરેલીમાં ઉદય પાંડે, મેઘરાજ શેખવા, રવિરાજ શેખવા, રવિરાજના સંબંધી દિવ્યેશ તથા બે અજાણ્યા શખસોએ ફરજ પરના સિકયુરીટી ગાર્ડ અબ્દુલ કાદરી ઉર્ફે અબુ બડામીયા અબ્દુલ્લામીયા બારૂની ઉપર હુમલો કરી ઢીકાપાટુ વડે માર મારી ઓફીસના કાચ તોડી ભૂક્કો બોલાવી દઇ પાઇપ હથીયારો ધારણ કરી દાદાગીરી કરી સહિદ સરફરાજના માથામાં પાઇપનો ઘા મારી ઇજા કરી હાહાકાર મચાવ્યાની ફરીયાદ સીટી પોલીસમાં થવા પામી હતી.

અમરેલીમાંથી હોન્ડા ચોરાયું

અમરેલીમાં ગોળદવાખીનાના પાર્કીંગમાં પાર્ક કરેલુ નિકુંજભાઇ નીતિભાઇ રાઠોડનું હીરોહોન્ડા મોટર સાયકલ જીજે-૧૪એન-૩૬૧૮ કિ.રૂ. ૧૦,૦૦૦નું કોઇ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ સીટી પોલીસમાં થવા પામી હતી.

(1:03 pm IST)