ફિલ્મી ઢબે પીછો કરી બિયર નો જથ્થો પકડી પાડતી ધોરાજી પોલીસ
ધોરાજી, તા.૧૦: ઇન્સ્પેકટરઙ્ગ વિજય કુમાર જોશીએઙ્ગ યાદીમાં જણાવેલ છે કે મ્હે DGP દ્વારા ગુજરાત માં સંપુર્ણ દારૂ જુગાર બંધી કરવા સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ તેમજ રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રીઙ્ગ બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.ગૌસ્વામી જેતપુર વિભાગનાઓ તરફથી સૂચના હોય PSI જે.બી.મીઠાપરા તથા HC લાલજીભાઈ જાંબુકીયા તથા HC ચંદ્રસિંહ વસૈયા તથા PCઙ્ગ અનિરુદ્ઘસિંહ ઝાલા તથા અજીતભાઈ ગંભીર તથા દ્યનશ્યામસિંહ જાડેજા તથા અશોકભાઇ મણવર એમ બધા તાજીયા બંદોબસ્ત તથા પ્રોહી જુગાર ડ્રાઈવ સબબ ધોરાજી પોસ્ટે વિસ્તારમાંઙ્ગ પેટ્રોલિંગ માં હતા તે દરમિયાનઙ્ગ PC અનિરુદ્ઘસિંહ ઝાલા તથા ભ્ઘ્ અજિતભાઈ ગંભીર ને ખાનગીઙ્ગ વાહનથી પીછો કરી સુપેડી ગામ થી આગળ નેશનલ હાઇવે રોડ પરથી સેવરોલે કાર રજી GJ 1 KN ૨૨૭૫ માંથી જુદી જુદી બ્રાન્ડ ના બિયર ટીન નંગ ૪૭૮ઙ્ગ રૂ ૪૭૮૦૦/- તથા કાર તથા મોબાઈલ તથા રોકડા રૂપિયા માળી કુલ રૂ.૨,૨૯,૮૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી જીતેન્દ્ર ઉર્ફે હિતેશ નથુભાઈ ચૌહાણ રહે ચામુંડા માતાજીના મંદિર ની પાછળ ચોટીલા મૂળ રહે પીપળીયા તા ધોરાજી વાળો મળી આવતા ગુન્હો રજી કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે તેમજ અજય કેશરભાઈ વડાલીયા રહે સુપેડીવાળાને અટક કરવો પર બાકી છે.(૨૩.૧૭)