સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th September 2019

પીરલાખાસર નજીક કારમાંથી ૩૩બોટલો દારૂ સાથે જામનગરનો શખ્સ ઝડપાયો

કાર મોબાઇલ સહિત રૂ. ૧,૧૩,૬૦૦નો મુદામાલ કબ્જે

ખંભાળીયા,તા.૧૦: ખંભાળીયા પોલીસને ખાનગી રાહે બા તમી મળેલ હોય મે પીર લાખાસર ગામના પાટીયા પાસેથી મારૂતિ ફન્ટી કાર પસાર થઇ રહી છે. જેમાં વિદેશી દારૂ હોય જે બાતમીના આધારે પોલીસે કાર રોકી તલાસી લેતાં કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૩૩ કિમી  રૂ ા. ૬૪,૬૦૦ બોક્ષ નંગ ૧૩૫ મોબાઇલ  નંગ ૧ કાર મળી કુલ રૂ. ૧,૧૩,૬૦૦ ની મતા સાથે કાર ચાલક સંદિપ રાજેશ સોમેયા રહે જલાર નિવાસ જામનગર વાળાને ઝડપી લીધો હતો શખ્સ ની પુછપરછમાં દારૂનો જથ્થો રાનંદશા વાણીયા રહે ઉદવાળા તા. પારડી વાળા પાસેથી લીધો હોવાની કબૂલાત આપતાં તેને ેફરાર જાહેર કરી બંન્ને વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(1:01 pm IST)