સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th September 2019

ઉપલેટાના પાટણવાવ રોડ પર વાડીમાં વિજળી પડતા ર બળદના મોત

ઉપલેટા તા. ૧૦ :.. પાટણવાવ રોડ પર આવેલ મુરલીધર ફાર્મ હાઉસમાં વિજળી પડતાં બે બળદના મોત નિપજયા હતા અને મજૂરને કાનમાં ધાક પડી ગઇ હતી. મળતી વિગતો મુજબ ઉપલેટાના આહીર અગ્રણી મેહુલભાઇ કરસનભાઇ ચંદ્રવાડીયાના ભાદર કાંઠા પાસે પાટણ વાવ રોડ પર આવેલા મુરલીધર ફાર્મ હાઉસમાં બપોરના ૩.૪પ વાગ્યે વીજળી પડતાં ખેતરે બાંધેલ બે બળદના ઘટના સ્થળે મોત નિપજયા હતા જયારે ખેતરમાં કામ કરી રહેલ ખેત મજૂરને કાનમાં ધાક  બેસી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતા ઉપલેટાના મામલતદાર ઓફીસનો સ્ટાફ તેમજ નગરપતિ દાનાભાઇ ચંદ્રવાડીયા સહિતના સામાજિક અગ્રણીઓ મેહુલભાઇ ચંદ્રવાડીયાની વાડીએ દોડી ગયા હતાં. મરણ  પામનાર બંને બળદોને પોતાના ખેતરમં જ સમાધિ આપવામાં આવી હતી અને સરકાર દ્વારા અપાતી કુદરતી આપતી સમયે અપાતી સહાયનો પણ મેહુલભાઇ ચંદ્રવાડીયાએ લેવાનો ઇન્કાર કર્યો હતો અને વધુમાં તેમના દ્વારા જણાવેલ હતું કે સદનસીબે મારી વાડી વિસ્તારમાં રહેતા મજૂરોને કોઇ જાનહાની થયેલ નથી. અને મને જે અત્યાર સુધી મારા બંને બળદોએ કમાઇને જે આપ્યું એ જ મારૂ વળતર છે અને દરેક ખેડૂતને શીખ આપવા માટે શરૂઆત કરી છે કે બળદના મોત બાદ કોઇને આપો નહીં અને એની દફનવિધી કરો એ જ ખેડૂતોને મારો સંદેશ છે. મારા બંને બળદોના આત્માને ભગવાન શાંતિ આપે એ જ પ્રાર્થના છે.

(11:35 am IST)