News of Tuesday, 10th September 2019
ઉપલેટા શહેર તેમજ તાલુકાનો પાણી પ્રશ્ન હલ થતાં નવા નીરના વધામણા કરતા પાલિકા પ્રમુખ રાણીબેન
(ભરત દોશી દ્વારા )ઉપલેટા :અને ભાયાવદર સહિતના તાલુકાની મુખ્ય જીવાદોરી સમાન મોજીરા પાસે આવેલ મોજ ડેમ કુલ ૪૪ ફુટ ઉંચાઇ ધરાવતા ડેમમાં ઉપરવાસમાં થયેલા ખૂબ સારા વરસાદના કારણે આજરોજ ડેમની સપાટી ૪૦.૫૦ ફુટે પહોચતા ઉપલેટા સાહેબ તથા તાલુકાની પ્રજાને એક વર્ષ સુધી ચાલે તેટલું પાણી ડેમમાં આવી જતા આજરોજ ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રાણીબેન દાનાભાઈ ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ ધવલભાઈ માકડિયા સહિતના સુધરાઈ સભ્યો ડેમ સાઈટ ખાતે જઈને નવા નીરના વધામણા કરેલા હતા. તેમજ ઉપલેટા તાલુકાના ગધેથડ પાસે આવેલ વેણુ ૨ ડેમ ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે થયેલ છે.
(11:33 am IST)