સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th September 2019

વાંકાનેરમાં ધીમા વરસાદ વચ્ચે પણ તાજીયાનું ઝૂલુસ ચાલતું રહ્યું

વાંકાનેર તા. ૧૦: લક્ષ્મીપરા હૂશેની ચોકથી ગત રાત્રે ૧૧ વાગ્યે ૧૧ તાઝીયા અને દૂલદૂલ સાથે નાની ડોલીઓ તેમજ દિવાનપરા અખાડા સાથે ઝુલુસ સિપાઇ શેરીથી નિકળી જવાશા રોડ, મારકેટ ચોક, ચાવડી ચોકથી ગ્રીન ચોકમાં મોડી રાત્રે તાઝીયાઓ પોતાના માતમમાં ગોઠવાયા હતા. ઝુલુસ સમયે ધીમો વરસાદ યથાવત જોવા મળ્યો હતો.

ગઇકાલે તાઝીયાઓના ઝુલુસ સમયે ઠંડા અને ગરમ પીણાઓ તેમજ અનેક વેરાયટીઓ ખાદ્ય સામગ્રીઓની વહેંચણી કરાઇ હતી.

આજે તાઝીયાઓનું ઝુલુસ સવારે ૧૧ વાગ્યે શરૂ થઇ શહેરભરમાં ફરી મોડી રાત્રે ગ્રીનચોક ખાતે તાઝીયાઓ ઠંડા થશે. વાંકાનેર શહેર પોલીસ અધિકારી જાડેજા, મહિલા પોલીસ અધિકારીશ્રી તથા સ્ટાફ અને જીઆરડી સ્ટાફનો સુંદર બંદોબસ્ત જોવા મળ્યો છે. તાઝીયા પ્રસંગે ગઇકાલે જીલ્લા પો. વડા ડો. કરણરાજ વાઘેલા તથા નાયબ પો. અધિકારી સાથે મોરબી જીલ્લાની પોલીસે વાંકાનેર શહેરની વિઝીટ કરી હતી.

(11:31 am IST)