News of Tuesday, 10th September 2019
માળિયાના વર્ષામેડી ગામે વીજળી પડતા યુવાનનું કરૂણમોત
-સિમ વિસ્તારમાં ઢોર ચરાવતા ખોડાભાઈ ખાંટ પર વીજળી પડતા મોત
માળીયા તાલુકાના વર્ષામેડી ગામે વીજળી પડતા એક યુવાનનું કરૂણમોત નીપજ્યું છે
આ અંગે મળતી વિગત મુજબ માળીયા તાલુકામાં આજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો ત્યારે માળીયા તાલુકાના વર્ષામેડી ગામે વરસાદ સાથે વીજળી પડતા ખોડાભાઈ રૂપભાઈ ખીટ નામના યુવાનું મોત નીપજ્યું હતું.
આ યુવાન સીમ વિસ્તારમાં ઢોર ચરાવી રહ્યો હતો. તે સમયે વીજળી પડતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે મૃતકના પરિવારમાં ભારે અરેરાટી મચી ગઇ હતી. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(10:58 pm IST)